અંધજન સેવા ટ્રસ્ટ વેરાવળ અંધ ભાઇ – બહેનો માટે હોય એટલે અંધ ભાઈ – બહેનોને લગતી તમામ પ્રવૃતિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેવી કે આર્થિક મદદ, તબીબી સહાય, કપડા તથા જીવન જરૂરીયાત ની તમામ વસ્તુઓ, ચંપલ, બ્રેલ પુસ્તકો, લાલ – સફેદ લાકડી, રેલ્વે કન્શેશન, બસ માટેના પાસ, નોકરી માટેના પ્રયત્નો, અંધ કન્યાઓના અંધ વ્યક્તિઓ સાથે લગ્ન તથા અંધ ભાઇ – બહેનો નુ પુનરવસન અને સ્વાવલંબી બનાવવા સંસ્થા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત સંસ્થા બ્લાઇન્ડ લેડીઝકેર સેન્ટર, સંગીત વિદ્યાલય, પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલય વગેરે પ્રવૃતિઓ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ માટે સંસ્થાને આર્થિક અનુદાનની જરૂર પડે છે આ માટે દાતાશ્રીઓને ખાસ વિનંતી છે કે www.andhjansevatrust.org ની વેબસાઇડ ઉપર રોકડા, ચેક અને ડ્રાફટ વગેરે દ્વારા દાન આપી શકો છો સંસ્થા દ્વારા હોલ ખરીદેલ જમીન ઉપર મકાન બાંધકામ માટે દાતાઓ પાસેથી આર્થિક દાન મેળવવા પ્રયત્ન કરે છે. તો આપશ્રી પણ તેમાં સહભાગી બની શકો છો.
સંસ્થાની જમીન ઉપર એક રૂમ અથવા એક કરતા વધારે રૂમ બંધાવી શકો છો પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલય નું અલગથી મકાન બંધાવી શકો છો. ભોજનાલય પણ બંધાવી શકો છો. ઓફિસ અને ચેમ્બર પણ બંધાવી શકો છો.