અંધજન સેવા ટ્રસ્ટ વેરાવળ રજી ક્ર્માંક
E – 950 જિ. ગીર સોમનાથ વેરાવળ
સ્થાપના :-
તા. 29/05/2002 ના રોજ સંસ્થાના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મનિષભાઈ પુંજાભાઈ મકવાણા તથા અન્ય સેવા ભાવી અને સામાજીક કાર્યકર તથા ઉદ્યોગપતીઓ દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
સંસ્થાની સેવાકીય પ્રવૃતીઓ :-
અંધજન સેવા ટ્રસ્ટ વેરાવળ અંધ ભાઇ – બહેનો માટે હોય એટલે અંધ ભાઈ – બહેનોને લગતી તમામ પ્રવૃતિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેવી કે આર્થિક મદદ, તબીબી સહાય, કપડા તથા જીવન જરૂરીયાત ની તમામ વસ્તુઓ, ચંપલ, બ્રેલ પુસ્તકો, લાલ – સફેદ લાકડી, રેલ્વે કન્શેશન, બસ માટેના પાસ, નોકરી માટેના પ્રયત્નો, અંધ કન્યાઓના અંધ વ્યક્તિઓ સાથે લગ્ન તથા અંધ ભાઇ – બહેનો નુ પુનરવસન અને સ્વાવલંબી બનાવવા સંસ્થા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત સંસ્થા બ્લાઇન્ડ લેડીઝકેર સેન્ટર, સંગીત વિદ્યાલય, પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલય વગેરે પ્રવૃતિઓ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ માટે સંસ્થાને આર્થિક અનુદાનની જરૂર પડે છે આ માટે દાતાશ્રીઓને ખાસ વિનંતી છે કે www.andhjansevatrust.org ની વેબસાઇડ ઉપર રોકડા, ચેક અને ડ્રાફટ વગેરે દ્વારા દાન આપી શકો છો સંસ્થા દ્વારા હોલ ખરીદેલ જમીન ઉપર મકાન બાંધકામ માટે દાતાઓ પાસેથી આર્થિક દાન મેળવવા પ્રયત્ન કરે છે. તો આપશ્રી પણ તેમાં સહભાગી બની શકો છો.
સંસ્થાની જમીન ઉપર એક રૂમ અથવા એક કરતા વધારે રૂમ બંધાવી શકો છો પ્રજ્ઞાચક્ષુ બ્રેલ પુસ્તકાલય નું અલગથી મકાન બંધાવી શકો છો. ભોજનાલય પણ બંધાવી શકો છો. ઓફિસ અને ચેમ્બર પણ બંધાવી શકો છો. 15 ફુટ ના એક રૂમ નાં બાંધકામ ના રૂપિયા 3,51000 કોઇ પણ દાતાશ્રી આપી શકે છે. આ ઉપરાંત આપશ્રી સ્વજન નાં નામે બ્રેલ પુસ્તક ભેટ આપી શકો છો તેનો ભાવ પુસ્તક પ્રમાણે હોય આ ઉપરાંત સિઝનેબલ કરીયાની કિડ્ઝ, કપડા તથા યથાશક્તિ રોકડદાન પણ આપી શકો શાળા મહાશાળા, ઉદ્યોગો વગેરે અંધ ધ્વજ દિન નિમિતે યથાશક્તિ ફાળો આપી શકે છે. આપશ્રી નું શુભદાન 80 G કલમ મુજબ કરમુકત છે.
આપશ્રી દ્વારા આપેલ શુભદાન નીચેના બેંક ખાતા માં જમા કરાવી શકો છો.
બેંક ઓફ ઇન્ડિયા (BOI) A/c : 331210100018638
IFSC Code : BKID0003312
હેડ ઓફિસ
“અવધ” ટાગોર નગર – 2
હિરો શો રૂમ પાછળ
ટાટા ઇન્ડીકોમ ટાવર પાસે
ડાભોર રોડ વેરાવળ જિ. ગીર – સોમનાથ
પિનકોડ : 362265
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ટ્રસ્ટીશ્રી
મનિષભાઇ પી. મકવાણા ચિંતનભાઈ એમ. મકવાણા
9979713373 9427337057